કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

જયેન્દ્રસિંહ કેર*/ ફોનની રીન્ગ વાગતા જોયુ તો દિનેશભાઇ ના નંબર હતા, ફોન ઉપાડતા દિનેશભાઇ બોલ્યા, “આજ સાંજના ઘરે આવો  સફળતા માટે ની પાર્ટી રાખી છે.” મને એ દિવસની યાદ આવે છે જ્યારે પૂર્વ સંધ્યા સમયે દોસ્તો બધા બેઠા બેઠા વાતોના ગપાટા મારતા હતા ત્યા પર્યાવરણ દિવસની વાત નિકળતા મારા એક દોસ્તે સોમાનાથ કેલસાઈન બોક્સાઈડ પ્રા.લી. … More કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

રાજકીય પક્ષ દલિતોને આંબેડકરના પૂતળામાં વ્યસ્ત રાખી તેમના આર્થિક-સામાજિક-રાજકીય અધિકારોથી વંચિત રાખવા માંગે છે

ડો આંબેડકર વેચાણ પ્રતિબંધ સમિતિ, ગુજરાત/ અનામત બેઠક પર ચૂંટાયેલા લોકસભાના, રાજ્યસભાના અને વિધાનસભાના સભ્યોને તેમને દલિતોના હિતને ધ્યાનમાં રાખીને તેમણે કરેલી કાર્યવાહી પર પ્રશ્નો પૂછવાનો કાર્યક્રમ શા માટે? ૧. આજથી ૯૮ વર્ષ પહેલા ૧૯૧૯ની સાલમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર રાજકીય સત્તામાં પ્રતિનિધત્વ દ્વારા વર્ણવ્યવસ્થાને હરાવવાનો અનોખો પ્રકલ્પ ડો. આંબેડકરે દુનિયા સમક્ષ રજુ કરેલો. અલગ મતાધિકાર દ્વારાજ દલિતોનું … More રાજકીય પક્ષ દલિતોને આંબેડકરના પૂતળામાં વ્યસ્ત રાખી તેમના આર્થિક-સામાજિક-રાજકીય અધિકારોથી વંચિત રાખવા માંગે છે

આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્નો: ખેતીલાયક ઓછી જમીન, ચોમાસા પર આધારિત ખેતી, રોજગારી માટે સ્થળાંતર

સામાજિક ન્યાય કેન્દ્ર, અમદાવાદ/  આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે, ખેતીલાયક ઓછી જમીન અને ચોમાસા પર આધારિત ખેતી ને લીધે અહીના લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. ૬-૭ મહિના સુધી ના લાંબા સમય રોજગારી માટે જનાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સતત લોકોની સાથે સંવાદ, મુલાકાત દરમ્યાન આ સમસ્યા બાબતે નક્કર … More આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્નો: ખેતીલાયક ઓછી જમીન, ચોમાસા પર આધારિત ખેતી, રોજગારી માટે સ્થળાંતર

વન બેલ્ટ વન રોડ: આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીની બસ આપણે ચુકી ગયા. જો ભાગ લીધો હોત તો આપણાં હિતની વાત મૂકી શક્યા હોત

વિકાસ સુરતી*/  બે દિવસ ચીનમાં વન બેલ્ટ વન રોડનું મહાસંમેલન મળી ગયું. અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે વિકસિત દેશો ઉપરાંત જગતના 50 દેશોના વડાઓ હાજર રહ્યા અને યુરોપથી ચીન સુધી સિલ્ક રૂટ પર એક ભવ્ય રસ્તો બાંધવાનો ચીનનો પ્લાન સફળ ગયો. ચીનથી લઈને 50 દેશો અને જગતની 7 અબજ વસતીમાંથી 4.4 અબજ લોકોને પહોંચે તે … More વન બેલ્ટ વન રોડ: આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીની બસ આપણે ચુકી ગયા. જો ભાગ લીધો હોત તો આપણાં હિતની વાત મૂકી શક્યા હોત

ગુજરાત સરકારના અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ કાયદાનો અમલના દાવા તદ્દન ખોટા અને ભ્રમમાં નાખનારા છે

પૌલોમી મિસ્ત્રી અને હેમંતકુમાર શાહ/ ગુજરાત સરકારે તાજેતરમાં એવો દાવો કર્યો છે કે તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પેસા (અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ) કાયદાનો અમલ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણમાં 73મો સુધારો 1992માં કરાયો તે પછી દેશના આદિવાસી વિસ્તારો માટે પેસા કાયદો કરાયો કે જેથી 73મો બંધારણ સુધારો વધારે સારી રીતે તે વિસ્તારોમાં … More ગુજરાત સરકારના અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ કાયદાનો અમલના દાવા તદ્દન ખોટા અને ભ્રમમાં નાખનારા છે

ગુજરાત પોલીસ ધરપકડ અને અટકાયત ના મામલે કેમ ચુપ છે? બીજા રાજ્યો ની જેમ વિગતો જાહેર કેમ નથી કરતી?

પંક્તિ જોગ*/ ક્રિમીનલ પ્રોસીજર કોડ કાયદામાં ૨૦૦૮ માં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. પોલીસ જે આમ તો નાગરીકો માટેની અનેક સેવાઓમાની એક અગત્યની સેવા છે, પણ જે હવે “પોલીસ ફોર્સ” તરીકે વધુ પ્રચલિત થઇ છે, તે પોતાની સત્તા નો દુરુપયોગ કરીને નાગરિકોને રંજાડવાનું કામ ન કરી શકે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે “જાતેજ” સમાજમાં અવિશ્વાસ, … More ગુજરાત પોલીસ ધરપકડ અને અટકાયત ના મામલે કેમ ચુપ છે? બીજા રાજ્યો ની જેમ વિગતો જાહેર કેમ નથી કરતી?

એસ્બેસ્ટોસને કારણે દર વર્ષે ૧૦૭,૦૦૦ લોકો મરણ પામે છે – એના પર તરત પ્રતિબંધ મુકો  

જગદીશ પટેલ/ રાજેન્દ્ર પેવેકર એસ્બેસ્ટોસ ઉદ્યોગનો ભોગ બનેલ પીડિત છે. તેમના પિતા એસ્બેસ્ટોસ એકમમાં કામ કરતા અને તે કારણે આજે તેઓ અને તેમનાં માતા બંને એસ્બેસ્ટોસ સંબંધિત રોગથી પીડાય છે . પિતા કારખાનેથી પાછા આવતા ત્યારે તેમના કપડા, વાળ, શરીર પર એસ્બેસ્ટોસના તાંતણા ભરાયેલા રહેતા તેના સંપર્કમાં દીકરા રાજેન્દ્ર અને પત્ની આવતા અને તે કારણે … More એસ્બેસ્ટોસને કારણે દર વર્ષે ૧૦૭,૦૦૦ લોકો મરણ પામે છે – એના પર તરત પ્રતિબંધ મુકો